SSC Result Marks Rechecking 2022 : ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ હવે જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજીઓ કરવા ઈચ્છતા હોય છે. ત્યારે વિધાર્થીઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અને Ssc.gseb.org પર તા. 20 જૂન, સાંજના પાંચ વાગ્યા સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન અરજી સ્વરૂપે કરાવી શકશે.
SSC Result Marks Rechecking 2022
Post Title | SSC Result Marks Rechecking 2022 |
Post Name | SSC Gun Chakasani |
Organization | GSEB |
Post Date | 11-06-2022 |
ધોરણ 10 પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીની અરજી બાબત પ્રેસનોટ
પ્રાપ્ત માહિતી મુજબ ધોરણ 10 ગુણ ચકાસણી માટે વિદ્યાર્થીઓ માત્ર બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન માધ્યમથી જ અરજી કરી શકશે ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં.
SSC Gun Chakasani
અરજી નિયત ઓનલાઈન એસબીઆઈ ઇ પે સિસ્ટમ મારફતે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા અથવા એસ બી આઈ ઇ પેના એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા કોઈપણ એસબીઆઈ બ્રાન્ચમાં ભરી શકાશે તેની આચાર્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તમામ સંબંધિતોને નોંધ લેવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.
અરજી માટે ફી
- ગુણ ચકાસણી માટે વિષયદીઠ રૂ. 100/- ફી
- કુલ ફી ઉપરાંત રૂ. 20/- Online Application ફી ચુકવવાની રહેશે.
- ટ્રાન્ઝેકશન ચાર્જ અલગ રહેશે.
ધોરણ 10 પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીની અરજી કઈ રીતે કરશો?
બોર્ડે તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહ માટે GSEB HSC પરિણામ 2022 બહાર પાડ્યું હતું. આ વર્ષે, 72.02% વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની 12મી પરીક્ષા 2022 પાસ કરવામાં સફળ થયા છે.