ધોરણ 10 પછી શું?

હાલમાં ધોરણ 10 પરિણામ 2022 જાહેર થયું છે, હવે બધા વડીલોના મનમાં ચાલતો એક જ સવાલ છે ધોરણ 10 પછી શું?, ચાલો તો અમે તમને જમાવીએ હાલમાં ચાલતા ધોરણ 10 પછીના તમામ અભ્યાસક્રમો.

ધોરણ 10 પછીના કોર્સ

– ધોરણ 11-12 (આર્ટસ-કોમર્સ-સાયન્સ) પ્રવેશ – ITIને લગતા કોર્ષ (ડીઝલ મિકેનિક, વેલ્ડર, ફિટર, ઈલેક્ટ્રીશિયન, વાયરમેન વગેરે) – ડીપ્લોમાં એન્જીનીયરીંગને લગતા કોર્સ – ફાઈન આર્ટસ કોમર્શિયલ આર્ટસ ડીપ્લોમાં – ટેકનીકલ શિક્ષણના જુદા જુદા કોર્સ – કૃષિક્ષેત્રે યુનિવર્સીટીના કોર્સ

ધોરણ 11-12 પ્રવેશ

ધોરણ 10 પાસ કર્યા પછી લોકોની પહેલી પસંદગી ધોરણ 11 – 12માં પ્રવેશ લેવાની હોય છે. ચાલો તો જોઈએ ધોરણ 11-12 વિશે. – સામાન્ય પ્રવાહ (આર્ટ્સ-કોમર્સ) – વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ)

હાલના સમયમાં લોકોનો ક્રેજ સરકારી નોકરી તરફ વધેલો છે તેથી લોકો 10 પાસ પછી 11-12નો વિકલ્પ વધુ પસંદ કરે છે. ધોરણ 11-12માં એડમીશન લીધા પછી ત્રણ વિકલ્પો હોય છે. વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનીયાદિ પ્રવાહ. લોકોને જે વિષયમાં વધુ રસ હોય એ પ્રમાણે તેઓ આગળ વધે છે.

PDF  Download  Now