માનવ ગરીમા યોજના 2022

માનવ ગરિમા યોજના

ગુજરાત સરકારના સામાજિક અને અધિકારીતા વિભાગ (SJED) હેઠળ ઘણા પેટા વિભાગ કાર્યરત છે. જેમાં નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ તથા નિયામક વિકસતી જાતી કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે.

માનવ ગરીમા યોજનાનો હેતુ

રાજ્યના અનુસુચિત જાતિના લોકો, સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી અને વિમુક્તિ જાતિના લોકો તથા લઘૂમતી તેઓનું જીવન સન્માન પૂર્વક તેમજ ગરીમા પૂર્ણ જીવી શકે તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે.

ગરીમા યોજના 2022 હેઠળ લાભ મેળવવા માટે વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- (એક લાખ વિસ હજાર) અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- (દોઢ લાખ) નક્કી કરવામાં આવી છે.)