દૂધસાગર ડેરીમાં ભરતીના વાયરલ સમાચાર અંગે ખરાઈ કરતા દૂધસાગર ડેરી દ્વારા હાલમાં આવી કોઈ ભરતી બહાર પાડવામાં આવી નથી. આ અંગેના ફેક્ટ ચેક તથ્યો જાણો.
અત્યારે સોશિયલ મીડિયા ઉપર મહેસાણા દૂધસાગર ડેરી ભરતીના સમાચાર વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ સમાચારમાં દૂધસાગર ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત અંગે જણાવવામાં આવ્યું છે. જોકે, મહેસાણા દૂધસાગર ડેરીના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દૂધસાગર ડેરી દ્વારા આવી કોઈ ભરતી બહાર પાડવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરી દ્વારા આ ભરતી અગાઉ કરી દીધી છે. જોકે, આ ભરતી ના નોટીસ માં ભરતી તારીખ નો ઉલ્લેખ ન હોવાથી, ભૂલ ના કારણે આ ભરતીના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.