JOIN US ON WhatsApp JOIN NOW

Free Umbrella Yojana Gujarat 2022 | મફત છત્રી સહાય યોજના 2022

Free Umbrella Yojana Gujarat 2022 | મફત છત્રી સહાય યોજના 2022 : ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. I Khedut Portal પર દરેક યોજનાની માહિતી મુકવામાં આવે છે, જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના, મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે ખેડૂતો માટેની યોજનાઓનો સમાવેશ થાય છે.

મફત છત્રી સહાય યોજના 2022

મફત છત્રી સહાય યોજના 2022 : ખેડૂતો માટેની યોજનાઓ ઓનલાઈન I khedut Portal 2022માં મૂકવામાં આવેલ છે. આજે આપડે ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજનાના વિશેની માહિતી આ આર્ટીકલ મારફતે સમજીએ.

યોજનાનું નામવિના મુલ્યે છત્રી સહાય યોજના / મફત છત્રી સહાય યોજના 2022
હેઠળગુજરાત રાજ્ય
યોજનાનો હેતુફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને
વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ16 જુલાઈ 2022
મળવાપાત્ર લાભઆ યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે.
સત્તાવાર પોર્ટલikhedut.gujarat.gov.in
અરજી કરવાનો પ્રકારઓનલાઇન

ગુજરાતમાં મફત છત્રી સહાય યોજના 2022

  • આ યોજના રાજયના ફળ-શાકભાજી – ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે.
  • આ યોજનામાં લાભાર્થી દીઠ (‌એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.
  • આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે જિલ્લાની બાગાયત ક્ચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાનાં રહેશે.
  • અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં જિલ્લા કચેરીમાંથી પૂર્વ મંજુરી આપવામાં આવશે.
  • પસંદ થયેલ અરજદારને નિયત સમયમાં છત્રી મેળવવા જે તે જીલ્લા કચેરીએથી જણાવવામાં આવશે.

Mafat Chhatri Yojana 2022 ડોક્યુમેન્‍ટનું લિસ્ટ

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • બેંક ખાતાની પાસ બુક
  • જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  • જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  • અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર

મફત છત્રી સહાય યોજના 2022 અરજી કઈ રીતે કરવી?

ખેડૂતોએ I Khedut Portal 2022 પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો અથવા તમારા ગામની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

સ્ટેપ 1 : સૌ પ્રથમ તમારે યોજનાની સત્તાવાર સાઇટ એટલે કે https://ikhedut.gujarat.gov.in પર જવું પડશે.

સ્ટેપ 2 : હોમ પેજ ઓપન થયા પછી તમારે “વિવિધ યોજનામાં અરજી કરો” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે

સ્ટેપ 3 : બાગાયત યોજના ઓપ્શન પર ક્લિક કરો

સ્ટેપ 4 : હવે તમારે ઘણી યોજનાઓમાંથી મફત છત્રી સહાય યોજના 2022 પસંદગી કરવાની રહેશે.

સ્ટેપ 5 : તમને ઓપ્શન આપશે કે તમે આ યોજનાના વ્યક્તિ ગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી. જો તમે વ્યક્તિગત લાભાર્થી હોય તો પસંદ કરી આગળ વધવા ક્લિક કરો.

સ્ટેપ 6 : તમને ઓપ્શન આપશે કે તમે રજીસ્ટર્ડ અરજદાર છો. જો તમે પહેલા જ નોંધણી કરેલ હોય તો હા અને નોંધણી ણ કરેલ હોય તો ના પસંદ કરી આગળ વધવા ક્લિક કરો.

સ્ટેપ 7 : “નવી નોંધણી” ઓપ્શન પર ક્લિક કરો

સ્ટેપ 8 : અરજી ફોર્મ ખુલશે. ફોર્મમાં માંગેલ તમામ વિગતો ભરો અને સબમિટ પર ક્લિક કરો.

સ્ટેપ 9 : અરજી કન્ફર્મ કરો, અરજી પ્રિન્ટ કરો વગેરે ઓપ્શનનો ઉઓયોગ કરો.

તમારી અંગત વિગતો, બેંક વિગતો, રેશન કાર્ડની વિગતો અને પછી કેપ્ચા કોડ ભરવાની રહેશે.

સ્ટેપ 8 : બધી જરૂરી વિગતો ખૂબ જ કાળજીપૂર્વક ભર્યા પછી તમારે “સબમિટ” બટન પર ક્લિક કરવું પડશે.

સ્ટેપ 9 : સફળ નોંધણી પછી, તમારા ખાતામાં લોગિન કરો અને યોજના માટે અરજી કરવાનું ચાલુ રાખો

મફત છત્રી સહાય યોજના 2022 છેલ્લી તારીખ

અરજદારોની ફક્ત ઓનલાઈન કરેલ અરજી જ માન્ય રાખવામાં આવશે.

  • અરજી શરુ તારીખ : 17/06/2022
  • અરજી છેલ્લી તારીખ : 16/07/2022
યોજનાની સંપૂર્ણ માહિતીવાંચો
ઓનલાઈન અરજીઅહિયા
MYOJASUPDATE Home PageVisit

1 thought on “Free Umbrella Yojana Gujarat 2022 | મફત છત્રી સહાય યોજના 2022”

Leave a Comment